ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા સંકલ્પબદ્ધ બનીએ

– રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત 

રાજ્યમાં કેમિકલ મુક્ત ખેતી કરી ઉત્પાદન મેળવતા ખેડુતો માટે વૈકલ્પિક વેચાણ વ્યવસ્થા મળી રહે તે માટે બાજુમાં અહી આપેલ બટન પર ક્લિક કરી જરૂરી વિગતો ભરી દેવી. આપની વિગતો યોગ્ય હશે તેમજ આપની પાસે જરૂરી સાધનિક કાગળ હશે તો ખરીદનાર મોલ કે સુપર માર્કેટ આપનો સામેથી સંપર્ક કરશે.

વધુમાં, પ્રાકૃતિક કૃષિની બજાર વિતરણ અને વેચાણ વ્યવસ્થા ઊભી થાય તથા સરકારશ્રી દ્વારા વેચાણ માટે ફાળવવામાં આવેલ જગ્યાનો વધુ અને વધુ પ્રચાર અને પ્રસાર થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.

નોંધ - આપના વેચાણ કેન્દ્રને વેબસાઇટ પર મેપ કરવામાં આવશે જેથી ગ્રાહક ને આકર્ષવામાં મદદરૂપ થઈ શકે અને વિવિધ ક્ષેત્રની સંસ્થા સાથે મળી અને પ્રસાર અને પ્રચારની કામગીરી કરીશુ. વધુ વિગત માટે લોકેશન મેપ પર ક્લીક કરો.