ગીર કૃષિ વસંત એફપીઓ નાબાર્ડ તથા આત્મા, ગુજરાતના સહયોગથી ખેડૂતો દ્વારા વર્ષ 2016માં નિર્માણ થયેલ કંપની છે. આ એફપીઓ યુવાન પ્રોફેશનલ અને પ્રગતિશીલ ખેડુતો  દ્વારા કંપની ધારા ૨૦૧૩ હેઠળ નોંધાયેલ એફપીઓ કંપની છે. આ કંપની પોતાની નિર્માતા કંપની તરીકે અને આયોજન દ્વારા ગ્રાહક ભાવમા તેમનો શેર ભાવ વધારી રહી છે. કંપની સામુહિક ધોરણે એકઠા થઇ મુદ્દાઓ ઉકેલવા, નવા બજારોની શોધખોળ કરાવી, ખેડૂતો માટે સરળ ધિરાણ અને ગુણવત્તા યુક્ત ઇનપુટ્સ પુર પાડવા વગેરે  જેવી કામગીરી કરે છે. કંપની ખેડૂતોના ઉત્પાદનમાં મુલ્ય વર્ધન કરી તથા તેમનું પેકિંગ કરી બજારમાં વેચાણ અર્થે મુકે છે. આ કંપની સામુહિક ધોરણે કામગીરી કરી ખેડૂતોના ઉત્પાદનમાં બજાર ભાવ વધુ મળે તેવા પ્રયાસ કરે છે.

ખેત પેદાશોના ઉત્પાદન, લણણી બાદના વ્યવસ્થાપન અને વેચાણ સાથે સંકળાયેલા મુદાઓના ઉકેલ મારફતે ગ્રામ્ય વિકાસ અને ખેતીમા વૃધ્ધિ લાવવા માટે ખેડૂત સંગઠન એ મહત્વની ભૂમિકા ભજવે છે. આવા સંગઠનો બનાવવા અને તેને મજબુત કરવાના મુખ્ય કારણોમા, ખેડૂતોને ગુણવતાયુક્ત ઇનપુટસ, સેવાઓ, માહિતી ઉપલબ્ધ કરાવીને અને ખેત ઉત્પાદનની બેહતર કિંમત અપાવીને, છેવટે તેઓની આવકવૃધ્ધિમાં અને તેઓના જીવન ધોરણમમાં સુધારો લાવવાનો અને ખેડૂતોમાં સહભાગી મૂલ્યો ઉભો કરવાનો છે.